ગુરુવાર, ઑગસ્ટ 29, 2013

બરતરફ


આ તરફ કે એ તરફ,
ઝાંઝવા છે ચોતરફ.

હોઠ ભલે ફફડ્યા કરે,
ક્યાં નિકળે એકે હરફ !

નઝરોમા હિમડંખ છે,
દિલમાં હશે કેવો બરફ !

એટલે જ ફળ્યા નહીં,
સપના હતાં સાવ રફ !

ઉદાસી ને બઢતી મળી,
"આનંદ" થયો બરતરફ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: