બુધવાર, સપ્ટેમ્બર 24, 2014

અક્ષર અક્ષર રમવા જાતા


ખૂબ ઘસાયા, ખૂબ ઘવાયા, અક્ષર અક્ષર રમવા જાતા,       
ખુદ કર્યા છે,ખુદને પરાયા,અક્ષર અક્ષર રમવા જાતા.

શબ્દો નો સાક્ષાત્કાર થયો નહિ,કાગળ થાક્યા કરગરીને,
આંખોમાં અંધારા છવાયા, અક્ષર અક્ષર રમવા જાતા.

યાદોના મોઝા છલકી ને આંખ સુધી ઉભરાઇ ગયાં છે,
અશ્રુથી અમે બહુ ધોવાયા, અક્ષર અક્ષર રમવા જાતા.

કેટલા કાગળ હોડી થઇને આંગણમા અટવાઇ પડ્યા,
શ્રાવણના સંદેશ ભુલાયા, અક્ષર અક્ષર રમવા જાતા.

ઠોસ હકિકત હાવી થઇને ચહેરા પર પથરાઈ ગઇ છે,
યાદોના અવશેષ ભુંસાયા,અક્ષર અક્ષ્રર રમવા જાતા.

અંદર તો છે અસીમ ઉદાસી,શબ્દોમા પણ સ્મિત ભર્યા,
"આનંદ" ગીતો ખૂબ ગવાયા,અક્ષર અક્ષ્રર રમવા જાતા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: