ધીરે ધીરે ઢળી જવાના,
માટી સાથે મળી જવાના.
પહેરેલાં સપનાના વસ્ત્રો,
અસ્તર સાથે જળી જવાના.
જેનાથી ખૂબ દુર જવું છે,
શાયદ સામે મળી જવાના.
તરસ્યાં નયનો કાંઠે આવી,
શરમાઈને ઢળી જવાના.
એય અચાનક સપને આવી,
જોજે તુજને છળી જવાના.
આંખ ભલેને તમે ઝુકાવો,
દર્પણ કારણ કળી જવાના.
પ્યાસ લાગી હો સાચી એને,
રણમાં વીરડા મળી જવાના.
નિષ્ફળતા ના ઘૂંટ મળેતો,
"આનંદ" હસતાં ગળી જવાના.
"આનંદ"થી કરો સામનો એનો,
વિધ્નો સઘળાં ટળી જવાના.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો