આહ એની કામ એવું કંઇ કરી ગઇ,
જિંદગી પણ મોત માટે કરગરી ગઇ.
સાવ પાસે આવવાની એ ઘડી હતી,
યાદ આવ્યું કોઇ તરત દિશા ફરી ગઇ.
લાગણીના હું હિસાબો માંડતો રહ્યો,
લાગણીઓ તેથી બધી ઓસરી ગઇ.
એક સણકો સહેજ ઉઠ્યો ભીતરે અને,
યાદ એની એમ રસ્તો ચાતરી ગઇ.
એક "આનંદ" આંખમા દિન ભર હતો,
રાત આવીને ઉદાસી પાથરી ગઇ.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો