આવે ખરો સમય બધું ત્યારે ખરૂં ક્યાં હોય છે ?
તૂટી પડે છે આભ ત્યારે છાપરૂં ક્યાં હોય છે ?
પાછળ ન મુકે દોટ , ના કરે યાદ પુરાણા દિન,
મન આપણું ય એટલું કહ્યાગરૂં ક્યાં હોય છે ?
સામે જ ઊભો હોય એ દર્પણને તાકતો,
માણસ છતાંય ખુદની પણ રૂબરૂ ક્યાં હોય છે ?
મલકી જવાય અચાનક મહેફીલમાં એ જોઇને,
મલકાવવા મુખડા સહુ કારણ ખરૂં ક્યાં હોય છે ?
દફનાવવા ના મનસુબાથી સાથે લઇ ને ફર્યા કરૂં,
આ યાદ માટે કોઇ સ્થળ અવાવરૂં ક્યાં હોય છે ?
માંગો તમે ને મોત સાક્ષાત પળ મા આવી જાય,
"આનંદ" નસીબ સહુનુ તો એવું પાધરૂં ક્યાં હોય છે ?
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો