શુક્રવાર, ઑક્ટોબર 10, 2014

ભલું પૂછવું


ઉમર છે, શરીર છે, ભલું પૂછવું,
ગ્રહો પણ ગંભીર છે,ભલું પૂછવું.

ધ્રુસકાઓ કદાચ પાછળ હોય,
આંખો સભર નીરછે,ભલું પૂછવું.

એ આંખો ચોરી જાય પણ ખરી,
તારી તસવીર છે, ભલું પૂછવું.

ફરી પણ બેસે, કહેવાય નહીં,
આ તો તક્દીર છે, ભલું પૂછવું.

ઘા જનોઇવઢ કરીને પણ જાય,
સમય તો સમશીર છે,ભલું પૂછવું.

ઇચ્છામૃત્યુને અવગણના મળે,
બહુ જુનું એ તીર છે,ભલું પૂછવું.

"આનંદ"થી સ્પર્શ ને સુણી ય શકે,
ટેરવાં ભલે બધિર છે,ભલું પૂછવું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: