રવિવાર, ઑક્ટોબર 12, 2014

ભીના થયા હશે.


કિસ્સા અમારા કોઇએ જ્યારે કહ્યા હશે,
ખૂણા તમારી આંખના ભીના થયા હશે.

ભીડ પણ ગભરાઇને સૂનમૂન થઇ જાય,
એવા અવાજો અંદર કદિક ઊઠતાં હશે.

હિંચકિ અચાનક ઉપડી છે આજે સવારથી, 
અમને હવે તો એમ કે એ વિસરી ગયા હશે.

સુનકાર કદિય સ્પર્શમાં આવો તો હોય નહીં,
ઓવારણાં સતત દર્દના તેં લીધા કર્યા હશે.

આમંત્રણોનો થાય છે હવે ઢગલો ટપાલમા,
"આનંદ" તારાય લાગે છે દિવસો ફર્યા હશે.

 વિનોદ નગદિયા(આનંદ)