રવિવાર, માર્ચ 01, 2015

ભજીયા બનાવ

આવ્યો છે વરસાદ માય ડિયર,ભજીયા બનાવ,ભજીયા બનાવ,
થોડી થોડી તું આવ નિયર,ભજીયા બનાવ,ભજીયા બનાવ.

નથી શરદી નથી ખાંસી,ન કોઇ તોડ થાતી,
વળી છે પેટ પણ ક્લીયર, ભજીયા બનાવ,ભજીયા બનાવ.

બટાકા,કાંદા,કેળાં,મરચાં કહે તો લઇ ને આવું,
કરીશું કોક પર ચીયર, ભજીયા બનાવ,ભજીયા બનાવ.

લોપામાઇડ અને ચૂરણ વળી હવાબાણ પણ ઘરમા છે,
પછી સતાવે શેનો ફિયર,ભજીયા બનાવ,ભજીયા બનાવ.

જા,પ્રોમીસ છે,પછી તો હું કંઇપણ નહીં જ બોલું,
કલાક ફોન કરને પિયર,ભજીયા બનાવ,ભજીયા બનાવ.

વિનોદ નગદિયા (આનંદ)

2 ટિપ્પણીઓ:

vkvora Atheist Rationalist કહ્યું...

વાહ ! વાહ !!!!!!!!!!!!

બટાકા,કાંદા,કેળાં,મરચાં કહે તો લઇ ને આવું,

ANAND કહ્યું...

Thanks