સોમવાર, જુલાઈ 04, 2016

નહીં વાર લાગે

હવાને નિકળતા નહીં વાર લાગે,
પછી લાજ બળતા નહીં વાર લાગે.

ભરી દીધી સમજણ ને ભરપૂર એમાં,
હવે હાથ મળતા નહીં વાર લાગે.

તમે જેની પાછળ ખરેખર હો પાગલ,
એ સપનાને ફળતા નહીં વાર લાગે.

હથેળીમાં  કેવીક ખાલી ભરી છે,
નજૂમીને કળતા નહીં વાર લાગે.

હથેળીની રેખાઓ તૂટી રહી છે,
હવે સાંજ ઢળતા નહીં વાર લાગે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: