સોમવાર, સપ્ટેમ્બર 12, 2016

સાજન

રોજ સપનમાં આવો સાજન,
કાં અમને તડપાવો સાજન.

રંગ ત્વચાના તરડાયા છે,
તાઝા અડપલાં લાવો સાજન.

તરસી સાંજો ફિક્કી લાગે,
ટેરવે રંગ ચડાવો સાજન.

આજ આ હૈયું ઝંખે અત્તર,
આવો જરા મહેંકાવો સાજન.

કેફ ગમતીલો કંઇ કરવો છે,
ભરો નયનમાં કાવો સાજન.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: