સોમવાર, સપ્ટેમ્બર 12, 2016

જા ભાઇ જા

તારૂં અહીંયા કામ નથી કંઇ, જા ભાઇ જા,
પળભરનો આરામ નથી અહીં, જા ભાઇ જા.

દર્દ તો તારાં દોહ્યલાં બહુ, ક્યાં છે એની ના !
પણ એના ઈનામ નથી કંઇ, જા ભાઇ જા.

યાદ સાથે જીવી જવાની વાત કરે છે પણ,
આંસુ પર તો લગામ નથી કંઇ, જા ભાઇ જા.

કેમ એ સુણે ગઝલ તારી, કેમ ભણશે હા,
સાક્ષરો છે ભામ નથી કંઇ, જા ભાઇ જા.

વિનોદ નગદિયા (આનંદ) 

ટિપ્પણીઓ નથી: