ગુરુવાર, સપ્ટેમ્બર 29, 2016

સર્જીકલ સ્ટ્રાઇક



ફાડી ખાતું એકાંત
અને
ત્રાસવાદી શૂન્યતા,
આખો દિવસ
મને જાણે બિમાર કરી મુકે છે,
ગાત્રો શિથિલ થઇ જાય છે,
પરંતુ સાંજે
સામે પાડોશમાંથી
બે વરસની નાનકડી
ઢિંંગલી નામે પરિધિ આવે છે
અને 
મારા પગ પકડીને 
કાલીઘેલી ભાષામાં જીદ કરે છે,
દાદા કાતલ..દાદા કાતલ...
અને હું
એને મારા પગના પંજા પર
ચડાવી ને એને ઝુલાવતા ઝુલાવતા
લહેકાથી શરૂ કરી દઉ છું,
અચરક દાંડિયો મચરક મોઇ
કાના સુથારની કાતર ખોઇ.......

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: