બુધવાર, ઑક્ટોબર 05, 2016

મુક્તક

આપણાં લોકને ફાવે છે બહુ બધા બંધન,
લયમાં જ રહેવું ભાઇ ભલેને હોય ના સ્પંદન,
સુરેખ ચહેરાઓ તો ઘણાં ચિતરી શકે છે પણ,
ચિતરાય છે ક્યાં સહુથી હૈયું વલોવતાં ક્રંદન ! 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: