શનિવાર, ડિસેમ્બર 03, 2016

જરા ધીમે ધીમે

ગઝલ એમ ગાજો જરા ધીમે ધીમે,
ઝખમ થાય તાજો જરા ધીમે ધીમે.

ભરી મહેફિલમાં દરદ બેશરમ થઈ,
ઉતારે મલાજો જરા ધીમે ધીમે.

અચાનક નયનમાં જો આવી ગયા છો,
તો વરસીને જાજો જરા ધીમે ધીમે.

પ્રસંગો બધા સાવ અકબંધ દેશું,
કરોને તકાજો જરા ધીમે ધીમે.

હજી કાચી નીંદરમાં સપના સુતાં છે,
ઉઠાવો જનાજો જરા ધીમે ધીમે.

વિનોદ નગદિયા (આનંદ)


ટિપ્પણીઓ નથી: