મંગળવાર, જાન્યુઆરી 17, 2017

ઠરાવે

ભલે આયના ખૂબસૂરત ઠરાવે,
સજાવટ ખરેખર તો પૂરક ઠરાવે.

નથી રહેતી કાબૂમાં લાગણીઓ કોઈ,
અનાડી થઈ રોજ મૂરખ ઠરાવે.

ઝંઝાવાત ભીતરનો ક્યાંથી છુપાવું,
આ ગઝલો તો સંતાપ અનુરત ઠરાવે.

જતી વેળા મીઠી જે નજરૂં મળી'તી,
હ્રદય કેમ એને જ કમુરત ઠરાવે !

રહે ખુદની મસ્તીમાં તલ્લીન કાયમ,
એને લોક "આનંદ" મૂરત ઠરાવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: