શનિવાર, જાન્યુઆરી 28, 2017

આતમ

હળવે હળવે જાગે આતમ ,
અલખ નિરંજન રાગે આતમ.

ઝાકળ જામે પુષ્પો ઉપર,
ભીનો ભીનો લાગે આતમ.

દર્પણ પાસે અસલી ચહેરો,
ભગવા ભાવે માંગે આતમ.

કોશેટો હું પદ નો તૂટે,
રેશમ જેવો લાગે આતમ.

ભીતર ભીતર ભીતર ભીતર,
આનંદ અકળ તાગે આતમ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: