બુધવાર, માર્ચ 29, 2017

ગઇ

ખળભળાવી ગઇ,
એમ આવી ગઇ.

વેદના તમામ,
યાદ આવી ગઇ.

આયનો મને,
એ બતાવી ગઇ.

લોહીઝાણ છું,
શું હુલાવી ગઇ ?

આંસુ સારીને,
હામ તાવી ગઇ.

જે મળ્યા ઝખમ,
એ પચાવી ગઇ.

શૂન્યતા હવે,
વાજ આવી ગઇ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: