મંગળવાર, મે 02, 2017

નથી કંઇ

મને ચાહવાની ગતાગમ નથી કંઇ.
ને એની સજાની ગતાગમ નથી કંઇ.

ફરી એના એ ઘાવ સ્વીકારી લઉં છું,
નવા માગવાની ગતાગમ નથી કંઇ.

વિધાતાય નારાજ કાયમ છે એથી,
કપટ ખેલવાની ગતાગમ નથી કંઇ.

થઈ જાય વળતો અગર ઘા કદી પણ,
તરત ભાગવાની ગતાગમ નથી કંઇ.

નિજાનંદ મસ્તી લખાવે છે કંઇ પણ,
ગઝલ ગૂંથવાની ગતાગમ નથી કંઇ,

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: