ગુરુવાર, મે 04, 2017

કર નહીં

કાલ કાલ કર નહીં,
ઢીલી ચાલ કર નહીં.

પ્રેમ ના હિસાબમાં,
ગોલ માલ કર નહીં.

જિંદગી જવાબ દે,
તું સવાલ કર નહીં.

આંસુઓની તું કદી,
કોઇ ઢાલ કર નહીં.

ગાવું છે તો ગાઇ લે,
સૂર તાલ કર નહી.

યાદ સાથે કોઇ પણ,
ભાવ તાલ કર નહીં.

ગુંગળાઇ જાઉ હું,
એવું વ્હાલ કર નહીં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: