ગુરુવાર, જૂન 15, 2017

ઇમરજન્સી

અંદર કંઇ સળવળાટ થાય છે
લેપટોપમાં ફરતા કર્સર જેવો.
કોઇ વિન્ડો ખુલતી હશે ?
પણ હું ક્યાં કોઇ વિન્ડો ખોલવા માંગુ છું !
છતાં અંદર સળવળાટ તો થાય છે,
હે ભગવાન !
ફરી પાછો એ જ ચહેરો ? 
કે બીજુ કંઇ ?
ધબકારા વધી ગયા છે,
આંખ કાન કહ્યામાં નથી,
લાગે છે કોઇ વાયરસ ઘૂસી ગયો છે,
અથવા
હ્રદય હેક થઇ ગયું છે,
લખો !
જલ્દી કવિતા લખો !
જે પેન વગી હોય એ લખો !
અછાંદસ હશે તો
અછાંદસ ચાલશે,
પણ આ દિલ ક્રેશ થઇ જાય 
એ પહેલાં
જલ્દી લખો !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: