બુધવાર, જૂન 14, 2017

તો જિંદગી નકામી

એ સ્પર્શને ભૂલે કોઈ તો જિંદગી નકામી,
ને વાતમાં ખૂલે કોઈ તો જિંદગી નકામી.

દોડ્યા કરે ભીતર ભલે એ લોહીમાં ભળીને,
જો પાંપણે ઝૂલે કોઈ તો જિંદગી નકામી.

અંગત હતા એ લોકના ઘા સહુ ખમી બતાવી ,
એ બાબતે ફૂલે કોઈ તો જિંદગી નકામી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: