બુધવાર, જૂન 07, 2017

મૂંઝવણ

એક સ્વાદિષ્ટ મૂંઝવણ થાય છે,
સમજણ પડતી નથી,
કોને જશ આપવો !
જ્યારે પહેલા વરસાદને માણતા
ભજીયાંનો અદભુત ટેસ્ટ
વાગોળતાં હોઈએ ,
ત્યારે ....
બેસન માં ભળી ગયેલી
પહેલા વરસાદથી ભીંજાયેલી
માટીની મહેંક ને ?
કે
મારા પર કાયમ અનરાધાર
વરસતી રહેલી
મારી અન્નપૂર્ણાની ચાહતને !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: