બુધવાર, જૂન 07, 2017

જાગરણ નું ગીત

કોની કોની મેડીએ ભજીયા તળાય ?
.............................ભજીયા તળાય ?

કોની કોની મેડીએ ભજીયા તળાય ?
વિનુડાની મેડીએ ભજીયા તળાય,
વિનુડો એને ટેસડાથી ખાય,
વિનુડાની જીભડીએ ફરફોલો થાય....કોની.

કોની કોની મેડીએ ભજીયા તળાય ?
પદલાની મેડીએ ભજીયા તળાય,
પોતે તળે અને પોતે જ ખાય,
પદલાના બાટલાનો ગેસ વયો જાય... કોની..

કોની કોની મેડીએ ભજીયા તળાય ?
હસલાની મેડીએ ભજીયા તળાય,
હસલો તો હસલીના હાથેથી ખાય,
હસલાના ભજીયામાં મરચા મુકાય,

કોની કોની મેડીએ ભજીયા તળાય ?
કોની કોની મેડીએ ભજીયા તળાય ?

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: