જીવતર નમાલુ ડંખે છે,
બસ ઠાલું ઠાલું ડંખે છે.
જો શાંતિ અંદર આવેતો,
આ મન ઇર્ખાલુ ડંખે છે.
ચહેરો તમારો બોલે છે,
કંઇક તો સાલુ ડંખે છે !
આ શહેર કેવું ઝેરીલું છે,
જ્યાં જ્યાં હું ચાલુ ડંખે છે.
"આનંદ" ચહેરે છો રહ્યો,
ભીતર નું છાલુ ડંખે છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો