શુક્રવાર, જૂન 30, 2017

ઝરમરિયો વરસાદ

આ ઝરમરિયો વરસાદ,
જાણે શિર ઉપર બા નો ફરતો હાથ.

આ ઝરમરિયો વરસાદ,
જાણે ગોકુળ આઠમની પંજરીનો પરસાદ.

આ ઝરમરિયો વરસાદ,
જળ દીવાલે ટીંગાતી કોઈ યાદ.

આ ઝરમરિયો વરસાદ,
જાણે એના પાલવનો ફરકાટ.

આ ઝરમરિયો વરસાદ,
જાણે વ્હેર થઇ છોલાતો તલસાટ.

આ ઝરમરિયો વરસાદ,
આંખો માટે જુગલબંધીનો સાદ.

આ ઝરમરિયો વરસાદ,
જાણે હવામાં પડતી ભાત.


વિનોદ નગદિયા (આનંદ)⁠⁠⁠⁠

ટિપ્પણીઓ નથી: