બુધવાર, જાન્યુઆરી 17, 2018

હું જાણું છું

એ રિબાવી ગઇ હશે હું જાણું છું.
યાદ આવી ગઇ હશે હું જાણું છું.

ફેસબુક ખોલી હશે ને પરિચિત,
મહેંક આવી ગઇ હશે હું જાણું છું.

જે ગઝલ ને લાઇક તેં આપી નથી,
બહુ રડાવી ગઇ હશે હું જાણું છું.

ટેરવાં તડપ્યાં હશે પળ પળ મગર,
લાજ ફાવી ગઇ હશે હું જાણું છું.

આંસુઓની જાજમો છાને ખૂણે, 
એ બિછાવી ગઇ હશે હું જાણું છુ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: