મંગળવાર, જાન્યુઆરી 23, 2018

કોણ બળતરા કરે

હાથમાં ખાલી ચડે,કોણ બળતરા કરે.
હાથની રેખા રડે, કોણ બળતરા કરે.

આંખનો જ વાંક છે તો એ ભોગવે હવે,
શૂન્યતા છોને પડે, કોણ બળતરા કરે.

સાવ હરાયા ઢોર સમ યાદ છે એની કશે,
ફાવે ત્યાં આવી નડે, કોણ બળતરા કરે.

માંડ પાટે દોડતું દિલ જરાક થાય ત્યાં,
જિંદગી જરઠ ખડે, કોણ બળતરા કરે.

રોજ મારા ઝખ્મને તિક્ષ્ણ ટેરવાં કરી,
કોઇ પણ આવી અડે, કોણ બળતરા કરે.

ભાતીગળ આ પોતમાં જાતનો ઝંડો લઈ,
રોજ રોજ રંગો લડે,કોણ બળતરા કરે

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: