ગુરુવાર, જુલાઈ 26, 2018

આભાર

કેવી રીતે જતાવું હું આભાર દોસ્તો,
કરું છું દિલથી ઋણ નો સ્વીકાર દોસ્તો.

કર્યો છે યાદગાર તમે મારો જન્મદિન,
આપીને શુભકામનાઓ કેટલી હસીન,
છલકાવ્યો મન ભરીને તમે પ્યાર દોસ્તો,
કરું છું દિલથી ઋણ નો સ્વીકાર દોસ્તો.

કેવું મીઠું મળે છે અહીં સ્નેહસુખ યારો,
જાણે કે મધપૂડો બન્યું છે ફેસબુક યારો,
લાવ્યા ફરી જીવનમહીં બહાર દોસ્તો,
કરું છું દિલથી ઋણ નો સ્વીકાર દોસ્તો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: