રવિવાર, સપ્ટેમ્બર 30, 2018

આજે

હૈયું હળવું ફૂલ આજે,
મેં કબૂલી ભૂલ આજે.
 
આવ નહિ સપનામાં લઇને,
દોસ્ત વસમા શૂલ આજે.
 
એ છબી પાસે કોઇ નથી,
હોઠ ઉભડક ખૂલ આજે.
 
હો ભલે અણમોલ નિષ્ઠા,
કોણ દેશે મૂલ આજે ?
 
ગીત તારા ગણગણે કોઇ,
મસ્ત "આનંદ" ઝૂલ આજે.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: