શનિવાર, ઑક્ટોબર 27, 2018

મળી ગઈ

આખે આખો ગળી ગઈ,
જયારે આંખો મળી ગઈ.

ઠોકર ખાધી ભારે છતાં ,
જલ્દીથી કળ વળી ગઈ.

માસુમ હૃદય ની લાગણી,
ખોટા  પાત્રે  ઢળી ગઈ.

અમને જોઈ તરત નિયતિ,
પાછી ફરી વળી ગઈ.

"આનંદ"ને જ જિંદગી,
સંતાપ દઇ છળી ગઈ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: