શુક્રવાર, ડિસેમ્બર 07, 2018

સાથ દેશે

 સફરમાં મજાનો બધા સાથ દેશે,
સમય જો તમારો જરા સાથ દેશે.

તમારી જ વાતો નું વળગણ છે જેને,
એ સહુને તમારી હવા સાથ દેશે.

સમી સાંજે ખાલી ચડે જો હ્રદયમાં,
પ્રણયની અધૂરી કથા સાથ દેશે.

નિશાની પ્રણયની ભલે ભૂંસી નાંખો ,
કોઈના નિસાસા સદા સાથ દેશે.

ઘણાં હાથ મળ્યા છતાં પણ મળ્યા નહીં,
એ અફસોસ નામે સજા સાથ દેશે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: