શનિવાર, ડિસેમ્બર 08, 2018

લેતો જા.

તારા માટે જ છે તો લેતો જા,
જીવ સાટે જ છે તો લેતો જા.
 
પોત સંબંધનું બહુ પાતળ છે,
આવ,ફાટે જ છે તો લેતો જા.
 
ઘાવ પરસ્તી ગમી તારી દોસ્ત,
ખૂબ ચાટે જ છે તો લેતો જા.
 
યાદ આવી પુરાણા ચહેરાઓ,
દર્દ બાંટે જ છે તો લેતો જા.
 
એક "આનંદ" નામે સંગાથી,
તારી વાટે જ છે તો લેતો જા.
 
વિનોદ નગદિયા (આનંદ)
 

 

ટિપ્પણીઓ નથી: