એવું ઠરવાનું છે પાક્કું આ વરસે,
મને મળવાનું છે પાક્કું આ વરસે.
બધાં રંગ જીવનના માણી લીધાં છે,
ચયન ભગવાનું છે પાક્કું આ વરસે.
આ નીંભર હતાશા ને ખાલીપા સામે,
સતત લડવાનું છે પાક્કું આ વરસે.
હશેને જવાદો હવે વાત છોડો,
વલણ રાખવાનું છે પાક્કું આ વરસે.
રોમે રોમ છલકે છે "આનંદ" નિર્મળ,
એને વહેંચવાનું છે પાક્કું આ વરસે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો