ગુરુવાર, માર્ચ 07, 2019

ને ખાતર

સેંથા,બિંદી, કંકણને ખાતર,
વેઠશે બહુ આ ત્રણને ખાતર.

કાળજે થીંગડા મારી રાખે,
કોઇ કાચા સગપણને ખાતર.

ખોટાં બહાના સાચવી લેશે,
એક સાચી સમજણને ખાતર.

જિંદગી આખી ઢોળી દેશે,
મનગમતાં સાજણને ખાતર.

આયખું ફાડી કરશે અસ્તર,
ચૂંદડીના ખાપણને ખાતર.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: