મંગળવાર, માર્ચ 12, 2019

પરવા ન કર

 ઘાવ ઘેરો થાય છે,પણ હૃદય પરવા ન કર,
આયના તરડાય છે,પણ હૃદય પરવા ન કર.

રોજ ખુલ્લાં બારણાં,રોજ એની ઝંખના,
જિંદગી હિજરાય છે,પણ હૃદય પરવા ન કર.

રક્તજલ થીજી શકે,કોઇ અચાનક એટલું,
યાદ આવી જાય છે,પણ હૃદય પરવા ન કર.

લાગણીથી તરબતર જિંદગીની ચાહમાં,
લાગણી કરમાય છે,પણ હ્રદય પરવા ન કર. 

આજ ચિઠ્ઠી ફાટશે,આજ અંજળ આવશે,
ધમકીઓ દેવાય છે,પણ હ્રદય પરવા ન કર.

 
વિનોદ નગદિયા (આનંદ)



ટિપ્પણીઓ નથી: