શનિવાર, નવેમ્બર 12, 2022

નશો

અંજળ ખૂટ્યાનો છે નશો,
વળગણ છૂટ્યા નો છે નશો.

એને ભુલ્યા નો છે નશો,
રગરગ તૂ્ટયાનો છે નશો.

થોડું ઝૂક્યા નો છે નશો,
વાવા લૂંટ્યા નો છે નશો.

પાક્કા થયાનો છે નશો,
સમજણ ઘૂંટ્યા નો છે નશો.

અવસર મળ્યાનો છે નશો.
ખુદને ચૂંટ્યા નો છે નશો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: