રવિવાર, નવેમ્બર 20, 2022

દોસ્તો

થોડો રાખો ગેપ દોસ્તો,
લાંબી છે બહુ ખેપ દોસ્તો.

અતિ ગહન ને અટપટો છે,
આ જીવનનો મેપ દોસ્તો.

જિંદગી નો છે નશો તો,
લાગણીનો ચેપ દોસ્તો.

વાત નો વિસ્તાર દોસ્તો,
આંસુ નો સંક્ષેપ દોસ્તો.

કોઈ ઝખમ નું મૂળ દોસ્તી,
કોઈ ઝખમનો લેપ દોસ્તો.


વિનોદ નગદિયા (આનંદ)















ટિપ્પણીઓ નથી: