મંગળવાર, ડિસેમ્બર 13, 2022

ભૈ

શબ્દોને સંભાળવા પડે ભૈ, 
આવેશને ખાળવા પડે ભૈ. 

સંબંધ તો વીરડા છે દિલના, 
વખતો વખત ગાળવા પડે ભૈ.

યાદો સુગંધી જ સાચવવા, 
પ્રસંગ સહુ ચાળવા પડે ભૈ. 

સ્મરણની સાથે હતાશાના, 
ઘર્ષણ સદા ટાળવા પડે ભૈ. 

"આનંદ" જેવા નસીબ વાંચ્છો? 
સપના લીલાં બાળવા પડે ભૈ. 

વિનોદ નગદિયા (આનંદ) 





ટિપ્પણીઓ નથી: