આવનારા આવે છે ને જનારા જાયછે,
લાગણી નાહક ભલા કેમ તું છલકાય છે !
ઘાવ ઉંડા આપે જો આપણા ઘરના કદી,
ઝંખવાણા સ્મિતમાં જિંદગી હિજરાય છે.
પ્રેમ ના સરકસ કદી યાદ આવી જાય છે,
તો અચાનક ચાબૂકો ચો તરફ વિંઝાય છે.
તો અચાનક ચાબૂકો ચો તરફ વિંઝાય છે.
આયના દેખાડવા તો જરા ઢોળાય છે,
પણ સ્વરૂપો ઝેરના ક્યાં કદી પરખાય છે.
પણ સ્વરૂપો ઝેરના ક્યાં કદી પરખાય છે.
શું હશે "આનંદ" કોને ખબર અવસાદમા,
કિંતુ એનાથી મજાની ગઝલ સરજાય છે.
કિંતુ એનાથી મજાની ગઝલ સરજાય છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો