સોમવાર, જુલાઈ 10, 2023

 HAPPY ANNIVERSARY


(तुम्हीं मेरे मन्दिर, तुम्हीं मेरी पूजा) 


અમારા મિલનને તો વરસો થયા પણ, 

હજી તાજી તાજી મહેક છે જીવનમા, 

પ્રણયના એ ગીતો હજી પણ ગુંજે છે, 

મયૂરોની મીઠી ગહેક  છે જીવનમા. 


રસીલી એ રાતો ને રંગીન શમણાં, 

બન્યા છે હકીકત જાણેકે હમણાં, 

નશો કંઈ પ્રણયનો એવો ચઢ્યો'તો, 

હજી થોડી થોડી બહેક છે જીવનમાં. 


રહી છે બહારો સદા મારે આંગણ, 

ખિલ્યાં કેવાં ફૂલડાં તમારે જ કારણ, 

ખુશીઓથી ભરપૂર વાતાવરણ છે, 

સંબંધોની મીઠી લહેર છે જીવનમાં. 


અમારા મિલનને તો વરસો થયા પણ, 

હજી તાજી તાજી મહેક છે જીવનમા. 


વિનોદ નગદિયા (આનંદ) 

11th JULY

HAPPY ANNIVERSARY💐🎂💐










ટિપ્પણીઓ નથી: