લાગણી કેટલી ફાકી હશે, કોને ખબર!
ભૂખ કંઈ શહેરની બાકી હશે, કોને ખબર!
ભૂખ કંઈ શહેરની બાકી હશે, કોને ખબર!
ઊંઘરેટું દિસે આ શહેરનું વાતાવરણ,
શૂન્યતા રાતભર જાગી હશે કોને ખબર!
રાતદિન શહેર આ લાગે સતત કણસ્યા કરે,
ઠોકરો કેટલી વાગી હશે કોને ખબર!
શહેર તો હર ઘડી હર શ્વાસમાં હિજરાય છે,
શહેરને શી ફિકર લાગી હશે કોને ખબર!
તે છતાં કેટલું વળગણ રહ્યું "આનંદ"ને,
શહેરની શૂન્યતા ફાવી હશે કોને ખબર !
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો