મંગળવાર, જાન્યુઆરી 16, 2024

ઢોળાઇ જાય છે

કારણ વિના પણ કોઈ દિ' રોવાઈ જાય છે,
દર્પણ કદી જો ધ્યાનથી જોવાઈ જાય છે.

સંયમ તણી આ ગાંઠ ને છેડો નહીં તમે,

મખમલ સમી સહુ લાગણી ઢોળાઈ જાય છે.


ડાઘાં પડે જે દિલ ઉપર કોઈની હાયથી,

બે ચાર આંસુઓથી કયાં ધોવાઈ જાય છે !


સપના અમારા આમતો બહુ સાવધાન છે,

પણ આ નગરમાં હાલતાં ખોવાઈ જાય છે.


છાતીના પાટીયા જો બહુ ભીંસાઈ જાય છે,

કોઈ ગઝલ તો ગેસ થઇ ઊભરાઈ જાયછે.


અવસાદની ગઝલો લખી એ જિંદગી નથી,

કારણ વગર "આનંદ" વગોવાઈ જાય છે.



વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: