ભલે યાદ આવો ને ટાણે કટાણે,
ન ખેંચો તણાવો ને ટાણે કટાણે.
ન ખેંચો તણાવો ને ટાણે કટાણે.
ગમે ત્યાં અમે આમ સ્વસ્થ જ મળશું,
તમે સામે આવોને ટાણે કટાણે.
હશે બેવફાઈ જરા થોડી થોડી,
બધે કાં ગણાવોને ટાણે કટાણે!
ન આંખો માં લાવો ન હોઠે ચડાવો,
ઉભરતા અભાવોને ટાણે કટાણે.
ઉદાસી તો "આનંદ" છલકી ઉઠે છે,
વિના કોઈ કારણ ટાણે કટાણે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો