રવિવાર, ફેબ્રુઆરી 04, 2024

એમ પણ બને

જિંદગી ભર જિંદગીમાં લય ન આવે એમ પણ બને,
જિંદગીને જિંદગી સાથે ન ફાવે એમ પણ બને.

હાથમાં જો  હાથ રાખી ચાલવા માંડો તમે સતત,

મંઝિલો સહુ આપમેળે દોડી આવે એમ પણ બને.


પુષ્પને તો ક્યાં પડી પણ હોય છે એની સુગંધની,

પણ હવા તો નામ એનું જ ચગાવે એમ પણ બને.


આપણે તો સ્પર્શના ભૂખ્યા હતા,પામ્યા ઘણાં છતાં,

સ્પર્શ કોઈ હાથને પણ ખૂબ ભાવે એમ પણ બને.


ક્યાં હશે "આનંદ" આખર શોધતા રહેશે બધા સદા,

ભીતરે સંતાઈ એ થપ્પો લગાવે એમ પણ બને.


વિનોદ નગદિયા (આનંદ)

















ટિપ્પણીઓ નથી: