ગુરુવાર, નવેમ્બર 06, 2008

ક્યાં છે?

દરવાજા યાદોં ના બંધ ક્યાં છે,
લાગણી ના નામ પર પ્રતિબંધ ક્યાં છે.

તમે આપી હતી એક સ્તબ્ધતા,
એય મારી આંખોમાં અકબંધ ક્યાં છે.

તારા નામનો હું કાગળ ખોલી શકું,
એવો હવે આપણો સંબંધ ક્યાં છે.

દશરથ જેવો હું કેમ તરફડું,
કોઇ મારી આસપાસ અંધ ક્યાં છે

વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: