લાગણીઓ નો ધોધ પડે છે,
કારમો કંઠે શોષ પડે છે.
સિંદૂરી સેંથા ની ધારે ધારે,
આમ ક્યો અફસોસ પડે છે!
દ્વાર પર કોઇ મારે ટકોરા,
દિલમાં જાણે કોશ પડે છે.
એક તો હૈયું સાવ સુનું છે,
વળી ખંડેર પડોશ પડે છે.
સિંદૂરી સેંથા ની ધારે ધારે,
આમ ક્યો અફસોસ પડે છે!
દ્વાર પર કોઇ મારે ટકોરા,
દિલમાં જાણે કોશ પડે છે.
એક તો હૈયું સાવ સુનું છે,
વળી ખંડેર પડોશ પડે છે.
કેમ ઉકલે ન સંબંધ ગણિતો ?
ક્યાં હકિકતે દોષ પડે છે ?
એકધારી રહી છે વફાઓ,
નજરે એનો સંતોષ પડે છે.
વિનોદ નગદિયા-આનંદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો