શુક્રવાર, જાન્યુઆરી 14, 2011

વાગેછે

ચહેરો કણ કણ વાગે છે,
મને આંખમાં દર્પણ વાગે છે.

સાત ફેરા ની ધાર સજેલું,
આપણું સગપણ વાગે છે.

પડખા ફરતી એકલતામાં,
કોઇના કંકણ વાગે છે.

સ્પર્શ તમારો થયો ત્યારથી,
ટેરવા રણ ઝણ વાગે છે.

છાતી પરના વાળ ભેદીને,
શ્વાસના રજકણ વાગે છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: