ખયાલ નું સ્વરૂપ બંધાતું નથી,
નઝર સામે જો કે અંધારૂ નથી.
આ ઝળહળતાનું ભલા શું કરૂ ?
અજવાળું આકંઠ પીવાતું નથી.
આંખે શૂન્યતા બહુ બચકા ભરે,
મારાથી એનુ દર્દ સહેવાતું નથી.
છે ધારદાર આંખોજ એની છતાં,
લોહીઝાણ દિલ હવે થાતું નથી.
ભલે એકલી દોડતી ઝંખના,
મારાથી હવે સાથે દોડાતું નથી.
મને મારો ચહેરો જ વાગે તરત,
હવે આયનામાં જોવાતું નથી.
વિનોદ નગદિયા (આનંદ)
આ ઝળહળતાનું ભલા શું કરૂ ?
અજવાળું આકંઠ પીવાતું નથી.
આંખે શૂન્યતા બહુ બચકા ભરે,
મારાથી એનુ દર્દ સહેવાતું નથી.
છે ધારદાર આંખોજ એની છતાં,
લોહીઝાણ દિલ હવે થાતું નથી.
ભલે એકલી દોડતી ઝંખના,
મારાથી હવે સાથે દોડાતું નથી.
મને મારો ચહેરો જ વાગે તરત,
હવે આયનામાં જોવાતું નથી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો