રવિવાર, નવેમ્બર 06, 2011

ક્યાંથી કરૂ

આંસુ ના ખર્યા ની સ્પષ્ટતા ક્યાંથી કરૂં,
કોઇ સાંભર્યા ની સ્પષ્ટતા ક્યાંથી કરૂં.

મારા ચરણ ની છાપ કહો તો બતાવી દઉ,
પગલું ભર્યા ની સ્પષ્ટતા ક્યાંથી કરૂં.

સેંથી પૂર્યા ની રસ્મ છ્ડેચોક કરી હતી,
હવે પડખું ફર્યા ની સ્પષ્ટતા ક્યાંથી કરૂ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: