મામલો નાઝુક હતો સમેટાઇ ગયો,
ક્ષમા સમો શબ્દ જ્યાં કહેવાઇ ગયો.
તિરાડ પડી તો હતી આયનામાં,
પણ હું બે ભાગ માં વહેંચાઇ ગયો.
એક પગલું પડ્યું સમય ની રેત પર,
પડછાયો મારા સ્વપ્ન નો રહેંસાઇ ગયો.
બંધ મુઠ્ઠી જ્યાં કરી તો હસ્તરેખા સળવળી,
કોણ કહે છે, સિતારો મારા ભગ્યનો બુઝાઇ ગયો ?
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો